મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લાભાર્થીઓ મેળવી શકશે


SHARE







મોરબી જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લાભાર્થીઓ મેળવી શકશે

મોરબી જિલ્લામાં મહિલાઓને સ્વરોજગાર મળે અને તેઓને મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ મળે તે હેતુથી રૂ.૦૨ લાખ સુધીની લોન અને સબસીડી મળશે. મહિલા સ્વાવલંબન યોજના એ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી તક છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે.


આ યોજનાનો હેતુ મહિલાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે. જે તેમને સમાજમાં અને અર્થવ્યવસ્થામાં મજબૂત સ્થાન મેળવવામાં મદદરૂપ થશે. આ યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે. જેમાં કિરાણા સ્ટોરકપડાં અથવા સ્ટેશનરીની દુકાનદરજી કામદુધ- દહીંના વેચાણની દુકાનરેડીમેઇડ ગારમેન્ટસ તથા હોઝીયરીનું વેચાણમેડિકલ સ્ટોર વગેરે જેવા ૩૦૭ જેટલા વ્યવસાયો માટે રૂ. બે લાખ સુધીની લોન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.


આ યોજનામાં સહાય મેળવવાની પાત્રતા જોઈએ તો ૧૮ થી ૬૫ વર્ષની મહિલાઓ લાભ મેળવી શકે છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- આવક મર્યાદા છે. આ યોજનામાં સબસીડીની પાત્રતા જનરલ કેટેગરી માટે ૩૦% અથવા રૂ.૬૦,૦૦૦/-અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ માટે ૩૫% અથવા રૂ.૭૦,૦૦૦/-વિધવા મહિલા૪૦% વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલા ૪૦% અથવા રૂ.૮૦,૦૦૦/- બંનેમાંથી જે ઓછું હોય તે સબસીડી મળવાપાત્ર રહેશે.


આ યોજનાના નિયત નમુનામાં અરજી પત્રક ભરીને જરૂરી આધાર પુરાવાની ૨ નકલ સાથે જોડીને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીરૂમ નંબર ૦૧ગ્રાઉન્ડ ફ્લોરએ- વિંગજિલ્લા સેવા સદનશોભેશ્વર રોડમોરબી- ૩૬૩૬૪૨ ખાતે કચેરી સમય અને કામકાજના દિવસો દરમિયાન મોકલી આપવાના રહેશે. આ યોજનાનો મોરબી જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ લાભ લે તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીમોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News