મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૬થી ૬૦ વર્ષના વયજૂથના કલાકારો માટે કલા મહાકુંભનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં ૬થી ૬૦ વર્ષના વયજૂથના કલાકારો માટે કલા મહાકુંભનું આયોજન

રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ રમત-ગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- મોરબી અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત કલા મહાકુંભ વર્ષ : ૨૦૨૪- ૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.  આ કલા મહાકુંભ માં ૦૬ થી ૬૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તમામ કલાકારો ભાગ લઈ શકશે. આ વયજુથમાં ચાર વિભાગ રહેશે. જેમાં ૦૬ થી ૧૪ વર્ષ૧૫ થી ૨૦ વર્ષ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના નાગરિકો સંમિલિત બની શકે છે.

આ કલા મહાકુંભમાં ૬ પ્રકારના વિવિધ વિભાગ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં સાહિત્યકલાનૃત્યગાયનવાદનઅભિનયની કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લઈ શકે છે. સાહિત્ય વિભાગમાં વકૃત્વનિબંધકાવ્ય લેખનગઝલ-શાયરીલોકવાર્તાદુહા-છંદ-ચોપાઈ છે. કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી છે. નૃત્ય વિભાગમાં લોક નૃત્યરાસગરબાભરતનાટ્યમકથ્થકકુચીપુડીઓડીસીમોહિનીઅટ્ટમ છે. ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાનીસુગમ સંગીતલગ્નગીતસમુહગીતલોકગીતભજન છે. વાદન વિભાગમાં હાર્મોનિયમ (હળવું)તબલાઓર્ગનસ્કુલબેન્ડવાંસળીસિતારગિટારસરોદસાંરગીપખવાજવાયોલિનમૃદંગમરાવણહથ્થોજોડીયા પાવા છે. અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય અને ભવાઈ છે. આ કાર્યક્રમમાં તાલુકાકક્ષાજિલ્લાકક્ષાપ્રદેશકક્ષારાજ્યકક્ષા- આમ ૪ સ્પર્ધાના સ્તર રહેશે. આ અંગે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મઆધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે જોડીને આગામી તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સુધીમાં અત્રેની કચેરીના કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીરૂમ નંબર ૨૩૬/૨૫૭બીજો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી- ૩૬૩૬૪૨ ખાતે જમા કરાવવાના રહેશે. તારીખ ૨૦/૧૨/૨૦૨૪ પછી મળેલા અરજી પત્રકોઅધુરી વિગતોવાળા સ્વીકારવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીમોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News