મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ મહિલા કલ્યાણલક્ષી કાર્યક્રમ યોજાશે


SHARE







સમગ્ર વિશ્વમાં તારીખ ૨૫ નવેમ્બરથી આગામી તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન International Day for the Elimination of Violence Against Women/ ઇન્ટરનેશનલ ડે ફોર ધી એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેન અને Human Rights Day/ હ્યુમન રાઇટસ ડે ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીની સાથોસાથ મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓને જાતિગત હિંસા સંબંધિત માટે મહિલાઓના અધિકારો અને કાયદાઓ અન્વયે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ થીમ મુજબ દિવસોની વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને જાગૃતિકરણના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, સ્કુલો, કોલેજો, કંપનીઓ તથા સમુદાયો સાથે મળીને વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓને જોડાવા માટે, વિવિધ મહિલાલક્ષી યોજનાનો લાભ મેળવે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News