મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા જાહેર

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા ફુગનાશકો અને દવાઓ વિશે જાણકારી મેળવીશું..

ખાટી છાશનું મિશ્રણ બનાવવાની રીત

૭- ૧૦ દિવસ જૂની ૧૦ લીટર ખાટી છાશ લો. આ છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ કરી શકાય છે. ખાટી છાશ એ કુદરતી ફૂગનાશક છે. તે પાકમાં રહેલા વિષાણુ અને ફૂગનો નાશ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

બીજામૃત બનાવવાની રીત

૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર૫ કિગ્રા દેશી ગાયનું છાણ૫૦ ગામ ચૂનો૧ મુઠ્ઠી વૃક્ષ નીચેની માટી- આ તમામ મિશ્રણને ૨૦ લીટર જેટલા પાણીમાં વ્યવસ્થિત રીતે ઓગાળી દો. ત્યારબાદ આ મિશ્રણને ૨૪ કલાક સુધી રાખી મૂક્યા બાદ ૧૦૦ કિગ્રા જેટલું બિયારણ કરતી વખતે પટમાં આપવું જોઈએ.

સુંઠાસ્ત્ર બનાવવાની રીત

૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો વાવડીંગ પાવડરને ૨ લીટર પાણીમાં અડધો ભાગ રહે તેટલું ઉકાળી લો. આ પ્રવાહી ઠંડુ પડયા બાદ ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળો. મલાઈ કાઢ્યા બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ઉકાળો અને દૂધ વ્યવસ્થિત રીતે ઓગાળી દો. આ મિશ્રણને ૨ કલાક રાખી મૂક્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.






Latest News