મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ


SHARE







મોરબીમાં જીલ્લામાં ખનીજ માફિયાઓ-ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી કરવા સરપંચ જુથની માંગ

મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં થતી બેફામ ખનીજ ચોરી રોકવા માટેની માંગ કરવામાં આવી છે તેની સાથોસાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં ખોટી રેડ કરીને દંડ કરવામાં આવેલ છે જેથી કરીને અધિકારીની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સિમ વિસ્તારમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ખનીજ માફિયાબેફામ બન્યા છે અને ૨૪ કલાક ખનીજ ચોરી કરવામાં આવે છે જેથી કરીને પંચાયત તથા સરકારની તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે તો પણ મોરબી જિલ્લા ભૂસ્તર શાખા ખનીજ ચોરીને રોકવામાં નિષ્ફળ નીવડેલ છે અને ખનીજ માફિયાને દડવાને બદલે જ્યાં પંચાયત કે લોકહિતના કામ કરવામાં આવે છે ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રેડ કરવામાં આવે છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના ગીર ખીજડીયા ગામે અને થોડા સમય પહેલા લજાઈ ગામે લોકહિતના કામ કરતા વાહનોને પકડવામાં આવ્યા હતા અને દંડ લેવામાં આવેલ હતો જેથી કરીને ભૂસ્તર શાખાના અધિકારીની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાથી સરપંચો અને ગામના લોકોને બચાવવામાં આવે તેવી મોરબી જિલ્લા સરપંચ જુથ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.






Latest News