હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત


SHARE











મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત

મોરબી જીલ્લામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં આવેલ મીઠાના ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે ત્યારે ઉત્પાદકોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ દ્વારા મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા લેખિત રજુઆત કરી છે

વાંકાનેરના રાજા અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થયેલ છે અને માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગનો છે જેથી કરીને મીઠાના મોટા અને નાના એકમોને થયેલ નુકશાન, મીઠાના સ્ટોકને થયેલ નુકશાન, મીઠાનું ધોવાણ, મીઠાના મેઈન બંધપાળાતળાવોકયારાઓરોડ મશીનરીઓઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગરોડરસ્તાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને સહાય આપવામાં આવે તે માટેની ભલામણ કરી છે.






Latest News