હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવાને પોતાની જાતે હાથ ઉપર ચપ્પુ વડે ચેકા મારી લીધા


SHARE











મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવાને પોતાની જાતે હાથ ઉપર ચપ્પુ વડે ચેકા મારી લીધા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી તેને લાગી આવતા તેને પોતાના હાથ ઉપર ચપ્પુ વડે ચેકા મારી લીધા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં કિશન વાયર વાળી શેરીમાં આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા નરેશ મંગળાજી ડામોર (37) નામના યુવાને પોતાના હાથ ઉપર ચપ્પુ વડે ચેકા મારી લેતા તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઇજા પામેલા યુવાનની પત્નીને માવતરે જવું હતું અને યુવાને તેને માવતરે જવાની ના પાડી હતી જેથી કરીને યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જે બાબતે યુવાનને લાગી આવતા તેને પોતાના હાથ ઉપર ચપ્પુ વડે ઇજા કરી લેતા તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

પતિએ માર મારતા મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રેશમાબેન એજાજભાઈ આરબ (35) નામની મહિલાને તેના પતિ દ્વારા મોરબીના ગાંધી ચોક પાસે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલવી રહ્યા છે






Latest News