રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન


SHARE











હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન

મોરબી પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યૂ છે જેમાં કુલ મળીને પાંચ જગ્યાએ મુર્તિ સ્વીકારવામાં આવશે અને મોરબી પાલિકાના વર્ષો જૂના પીકનીક સેન્ટરમાં કૃત્રિમ કુંડ બનાવી ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, 8 ફૂટથી નીચેની મૂર્તિઓ માટે મોરબીના શનાળા રોડે સ્કાય મોલ, જેલ રોડે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ. ગ્રાઉન્ડ અને વીસીપરામાં ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મુર્તિને એકત્રિત કરવામાં આવશે અને 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને લઈને શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર ખાતે આવવાનું રહેશે. અને મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને સલામત રીતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અને પીકનીક સેન્ટર કે પછી ચાર કલેક્શન સેન્ટર ખાતે 10 થી વધુ લોકોએ આવવું નહિ. અંતે ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી હતી કે ગણેશ વિસર્જન માટે ક્યાંય પણ નદી, નાલા કે તળાવ પાસે જવું નહીં. અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ કર્યો છે.






Latest News