મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

સલામત ગુજરાતમાં અધિકારી ઓફિસમાં પણ સલામત નથી ! : મોરબી ખાણ ખનીજ અધિકારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી.!


SHARE







સલામત ગુજરાતમાં અધિકારી ઓફિસમાં પણ સલામત નથી ! : મોરબી ખાણ ખનીજ અધિકારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી.!

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજની ઓફિસમાં બેઠેલા ખાણ ખનીજ વિભાગના મોરબી જિલ્લાના અધિકારીએ તેની ઓફિસમાં હતા ત્યારે ત્યાં આવેલા શખ્સને ઓફિસની બહાર જવા માટે થઈને કહ્યું હતું. જે તેને સારું નહીં લાગતા આ શખ્સની સામે અગાઉ ગેરકાયદેસર ખનન બાબતે કરેલ કેસ અને દંડનો ખાર રાખીને ખાણ ખનીજ વિભાગના અધિકારીને તેની જ ઓફિસમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ લાલબાગ સરકારી વસાહતના બ્લોક નંબર બી 3/14 માં રહેતા અને મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ સેમાભાઈ વાઢેર (33એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામતભાઈ કરમુર રહે.જામનગરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજ વિભાગની ઓફિસ આવેલ છે ત્યાં ફરિયાદી બેઠેલ હતા ત્યારે બીજાની લીઝ બાબતે અન્ય લોકોની સાથે આરોપી રજૂઆત કરવા માટે આવેલ હતા જેથી ફરિયાદીએ તેને ઓફિસની બહાર બેસવા માટે કહ્યું હતું.જે તેને સારું લાગ્યું ન હતું અને ફરિયાદીએ અગાઉ આરોપીની સામે ગેરકાયદેસર ખનન બાબતનો કેસ કર્યો હતો અને દંડ કરેલ હતો.જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી હોવાની જાણ હતી તો પણ તેની જ ઓફિસની અંદર ગાળો આપીને જાનથી  મારી નાખવાની ધમકી આપેલ છે..! જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News