મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા


SHARE







મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા

મોરબી શહેરમાં શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર પણ રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અને જ્યાં જુઓ ત્યાં 24 કલાક રજડતા ઢોર રસ્તા ઉપર અડીંગા જમાવીને બેઠા હોય છે. જેથી કરીને આ રસ્તા ઉપર રજડતા ઢોર ગમે ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

હાલમાં મોરબી શહેરના પાડા પુલ ઉપર જે ફૂટપાથ લોકોને ચાલવા માટે થઈને બનાવવામાં આવી છે આ ફૂટપાથ ઉપર રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે. તથા જે પાડાપુલનો રસ્તો છે તે રસ્તા ઉપર પણ 50 ટકા સુધી રજડતા ઢોર બેઠેલા છે તે પ્રકારના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આવી જ રીતે મોરબીમાં શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખી માર્ગ અને ચોકમાં રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોવાના કારણે લોકોને ક્યાં ચાલવું તે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે.

જો કે, મોરબી નગરપાલિકાના અધિકારીઓ અવારનવાર ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેવા પ્રકારના નિવેદનો આપે છે પરંતુ મોરબીનો એક પણ વિસ્તાર આજની તારીખે એવો નથી કે, જ્યાં રજડતા ઢોરની સમસ્યા ન હોય ત્યારે મોરબીના પાડાપુલ ઉપરની ફૂટપાથ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવેથી લઈને મુખ્ય માર્ગો અને ચોકમાં 24 કલાક રજડતા ઢોરના અડીંગા જમાવીને બેઠા હોય છે. તે ઢોરને ઉપાડવા માટેની કામગીરી પહેલા કરવામાં આવે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો આ રજડતા ઢોરના કારણે ભોગ લેવાય ત્યાર પહેલાં નક્કર કામગીરી થાય તેવું મોરબીના લોકો ઈચ્છી રહ્યા છે.






Latest News