સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત


SHARE











મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત

મોરબીના મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે તે બિલ્ડીંગના બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના યુવાને કામના સ્થળે ગળેફાંસો ખાઈને આઘાત કરી લીધો હતો.જેથી તેનું મોત નીપજયું હતું જેથી એક સંતાન અને પત્નીએ છત્રછાંયા ગુમાવી કલ્પાંત કર્યો હતો.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની પાછળ આવેલા મુન નગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ છે અને આ બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના પ્રભાતભાઈ જામલાલ અગરીયા (ઉમર આશરે ૩૦) એ તા.૧૧-૪ ના રોજ સવારના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમયે તે જયાં કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.આ બનાવની બાંધકામના સ્થળેથી વિપુલભાઇ મગનભાઇ કાચરોલા દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.વધુમાં પોલીસને બનાવની જાણ કરનારા વિપુલભાઇ કાચરોલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કડિયા કામની મજૂરી માટે છત્તીસગઢના અમુક પરિવારો ત્યાં જ રહીને મજૂરી કામ કરે છે.જેમાં મૃતક પ્રભાતભાઈ અગરીયા જાતે લુહાર તેના પત્ની અને એક સંતાન સાથે ત્યાં જ રહીને મજૂરી કામ કરતો હતો.ત્યાં સાથે કામ કરતા લોકોના કહેવા મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે કોઇ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર બાદ તેણે આ અજુગતુ પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના છાત્રાલય રોડ નજીક રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ ચૌહાણ નામના ૨૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને અત્રેની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ શરૂ કરી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રભાઈ ચૌહાણ મોરબીના નગર દરવાજા ચોક પાસે પરા બજારમાં આવેલ જનતા સેવા ભંડાર નજીક હતા ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેઓને ડાબા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.





Latest News