સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવાન વાધરવા રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી જતા કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને જેતપર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઈ સીયાર (૩૩) નામનો યુવાન વાધરવા રેલ્વે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે કપાઈ જતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને તેના સગા સંબંધીઓ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ફરજ પરના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળ વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ કેનાલ નજીકથી લાલપર પાસે દુર્લભજી બાપાની વાડીએ રહેતા ગોરધનભાઈ માનસિંગભાઈ ગણાવા (૨૮) નામનો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News