ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ગોલા બજારમાં લારીઓ-ખુશીઓના પથારા કરનારા પાંચ વેપારી સામે કાર્યવાહી


SHARE











મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ગોલા બજારમાં લારીઓ-ખુશીઓના પથારા કરનારા પાંચ વેપારી સામે કાર્યવાહી

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ઉનાળા દરમિયાન રાત્રીની ગોલા બજાર ભરાતી હોય છે ત્યાં રસ્તા ઉપર લારીઓ અને ખુશીઓના પથારા કરવામાં આવે છે જેથી ટ્રાફિકની સમસ્યા વધે છે અને અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે તેવામાં પોલીસ દ્વારા ત્યાં રસ્તા ઉપર ગોલાની લારીઓ રાખનારા પાંચ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે

ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો વધી ગયો છે અને રાત્રે પણ ગરમીનો અહેસાર લોકોને થવા લાગ્યો છે ત્યારે મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ઉનાળામાં રાત્રી ગોલા બજાર ભરાતી હોય છે ત્યાં ગોલાના વેપારીઓ દ્વારા રોડ ઉપર પોતાની લારીઓના પથારા કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં આવતા ગ્રાહકો માટે ખુરશીઓના પથારા કરવામાં આવે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાનો ભય રહેતો હોય છે જેથી કરીને પોલીસ દ્વારા રસ્તા ઉપર ગોલાની લારીઓના અને ખુરશીઓના પથારા કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જીગ્નેશભાઈ પ્રેમજીભાઈ સોમાણી, પ્રફુલભાઈ પ્રભુભાઈ પંડ્યા, નિલેશભાઈ ભરતભાઈ બાંભવા, મશરૂભાઈ વશરામભાઈ રાતડીયા અને રામબરન રામકિશન પ્રજાપતિ રહે. બધા મોરબી વાળાની સામે આઇપીસી કલમ ૨૮૩ મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

દારૂની એક બોટલ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલો હોવાથી દરગાહ પાસે જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હુસેનભાઇ મહેબુબભાઇ ચાનિયા જાતે સંધિ (૧૯) રહે. હુસેની ચોક ટીનુભાઈની દુકાન પાસે કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં તપાસ ચાલુ કરી છે






Latest News