મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન


SHARE





માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન

માળીયા મિયાણામાં સામસામે ગાડી આવી જવાની વાતમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ યુવાન સાહેદ સાથે સ્કોર્પિયો ગાડીમાં ચા પીવા માટે ગયો હતો ત્યાં જુદીજુદી બે ગાડીમાં આવેલ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો તેમજ થાર ગાડી સ્કોર્પિયો ગાડીમાં અથડાવીને વાહનમાં નુકસાન કર્યું હતું તેમજ ધોકામ છરી અને ધારિયા જેવા હથિયાર સાથે વાડીએ જઈને ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં આવેલ વાડા વિસ્તાર ખાતે રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા (26)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોસીન નુરાલીભાઈ મો, ફારુક નુરાલીભાઈ મો, નુરાલીભાઈ આદમભાઈ મોવર, વિરમભાઈ નુરાઅલીભાઈ મોવર અને નવાજ ડાડા મોવર રહે. બધા માળીયા મીયાણા ત્રણ રસ્તા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને અગાઉ આરોપી મોસીન સાથે સામસામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા સાહે વિશાલા હોટલે તેઓની સ્કોર્પિયો ગાડી લઈને ચા પીવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં મોસીન તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 એએફ 2029 લઈને આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેસાથે ઝઘડો કરીને ગાળો આપી હતી દરમિયાન આરોપી ફારુક તેની થાર ગાડી નંબર જીજે 36 એસી 4710 લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી સ્કોર્પિયો ગાડીમાંથી નીચે ઉતરી ગયેલ હોય સાહે નવાબ બીક ના લીધે પોતાની સ્કોર્પિયો ગાડી લઈને ભાગવા જતા આરોપી ફારૂકે તેની થાર ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને સ્કોર્પિયોમાં અથડાવી હતી અને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ફરિયાદીને હડફેટે લઈને નીચે જમીન ઉપર પાડી દઈને ડાબા હાથમાં ફેક્અને જમણા પગમાં ઇજા કરી હતી ત્યારબાદ નુરાલીભાઇએ ફરિયાદી પાસે આવીને ગાળો આપી હતી અને નવાબની સ્કોર્પિયો ગાડીને રોડ ઉપર મૂકીને થાર ગાડી તેમાં અથડાવીને નુકસાન કર્યું હતું અને ફરિયાદીના કાકા સાહેબ ઈસ્માઈલભાઈ વાડીએ આરોપી મોસીન, ફારુક, વિરમ, નવાજ બધાએ ક્રેટા અને થાર ગાડીમાં ધોકા, છરી અને ધારિયા જેવા હથિયાર સાથે નવાબને મારવા માટે  ગયા હતા જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News