મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા


SHARE







હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે દુકાન પાસેથી દારૂની 9 બોટલ સાથે એક આરોપી પકડાયેલ છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે રવાપર રોડ ઉપરથી દારૂના 4 ચપલા સાથે બે શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને વાંકાનેરના ધમાલપર-2 ખાતે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો મળી આવ્યા છે.

 

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે વિક્રમભાઈ વિઠલાપરાની દુકાન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 9 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 5400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરા (31) રહે. ડુંગરપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન  સુરેશભાઈ ઘોઘાભાઈ જેતપરા રહે. માથક વાળા પાસેથી દારૂની બોટલો મંગાવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ખોજા ખાનાથી આગળના ભાગમાં પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂના 4 ચપલા મળી આવતા પોલીસે દારૂ તથા બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 10,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અમનભાઈ અસરફભાઈ વીસર (20) રહે. પંચાસર રોડ ગીતામિલ સામે જનકનગર મોરબી તથા રેહાનભાઈ ઇમરાનભાઈ લેજા (20) રહે. કાલિકા પ્લોટ જલાલ ચોક મોરબી વાળાને પકડીને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેરના ધમાલપર-2 ખાતે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મંગાભાઈ દેવજીભાઈ કારોલીયા (70), રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (38), રમેશભાઈ અમરશીભાઈ મેર (50) રાજેશભાઈ વાલજીભાઈ જીંજરિયા (43) અને ધીરુભાઈ ગાંડુભાઇ સનુરા (65) રહે. બધા ધમાલપર-2 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6180 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News