હળવદના ચરડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના લખધીરપુર થી પાનેલી તરફ જવાનો રસ્તા ઉપર યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા એરગન જેવું હથિયાર તેના લમણા ઉપર રાખીને યુવાનને ડરાવી ધમકાવીને તેના ગળામાં પહેરેલ સોનાનો ચેન, મોબાઈલ અને રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે યુપીમાં એક કે બે નહીં પરંતુ 21 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીનો યુપીથી કબ્જો મેળવીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (46) ત્રણ મહિના પહેલા બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે લખધીરપુર ગામની સીમમાં લખધીરપુર થી પાનેલી તરફ જવાના કાચા રસ્તા ઉપર મોહનભાઈ દલવાડીની વાડી પાસેથી તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 9236 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા તેઓને આંતરિને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવીને તેના લમણે એરગન જેવું હથિયાર રાખવામાં આવ્યું હતું અને ફરિયાદીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેન તથા ખિસ્સામાં રહેલ રોકડા 5000 રૂપિયાને મોબાઈલ ફોન આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને આ શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપી સુખલ ઉર્ફે સુધલબાબુ ઉર્ફે સુકુલકુમાર અનિલભાઈ કોરી (28) રહે. હરિસિંહપુર થાના જીલ્લો મેનપુરી યુપી વાળાની ધરપકડ કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપી સામે યુપીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક કે બે નહીં પરંતુ 21 જેટલા ગુના નોંધાયેલા છે અને યુપી પોલીસ દ્વારા તેની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી જેથી હાલમાં ટ્રાન્સફર વોરંટના આધારે યુપી પોલીસ પાસેથી મોરબી તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News