મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો


SHARE







વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો

વાંકાનેરના જોધપર ગામે રહેતા યુવાન પાસે બાલદા દાઢીના રૂપિયા લેવાના બાકી હોય તે રૂપિયાની માંગણી કરી હતી જેથી યુવાને પૈસા આપી દઈશ તેવું કહ્યું હતું ત્યારે સામેના વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને યુવાનને ગાળો આપી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જોધપર ગામે રહેતા વિજયભાઈ લખુભાઈ સોલંકી (36)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્શદભાઇ આરીફભાઇ ઉર્ફે હકાભાઇ ભટ્ટી રહે. જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પાસે આરોપી બાલ દાઢીના પૈસા માંગતા હતા જેથી આરોપીએ ફરિયાદી પાસે બાલ દાઢીના પૈસા માંગ્યા હતા ત્યારે ફરિયાદી પૈસા આપી દઈશ તેવું કહ્યું હતું જેથી કરીને આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને જપાજપી કરી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ સી હે જેથી યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના માથ ગામે વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં માથક ગામે રહેતા ધીરુભાઈ માધુભાઈ દેવીપુજક (40) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે પ્રથમ ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News