મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





વાંકાનેરના નવાપરામાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ દેવીપુજકવાસમાં રહેતી મહિલાને છેલ્લા ઘણા સમયથી મણકાની ગાદીની બીમારી હતી જેથી તેની દવા ચાલુ હતી જો કે, બીમારીથી કંટાળી જઈને તે મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર શહેરમાં નવાપરાના પુલના છેડે દેવીપુજકવાસમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા (33) નામના મહિલાએ પોતે પોતાના ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની બીમારી હોય તેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવી વિગત સામે આવી હતી જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર
મોરબીમાં સોઓરડી વિસ્તારમાં આવેલ વરીયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નિમેષભાઈ અશ્વિનભાઈ મીરાણી (37) રહે વાઘપરા શેરી નં. 13 મોરબી વાળો મળી આવતા પોલીસે 1,500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર
મોરબીમાં ગાંધી ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા આરીફભાઈ મુસ્તાકભાઈ બલોચ (45) રહે મકરાણી વાસ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 300 ની રોકડ સાથેની તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.




Latest News