મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલી યુવતીની શોધખોળ શરૂ


SHARE







મોરબીમાં કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલી યુવતીની શોધખોળ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા ખોજા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર એક અઠવાડિયાથી ગુમ થઈ ગયેલ હોય તેણીની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ કરાવવામાં આવી હતી.જેથી હાલ પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી વિસ્તારમાં જરીયા પાન નજીકની શેરીમાં રહેતા મુમતાઝબેન યુસુફભાઈ કચરાણી જાતે ખોજા (ઉંમર ૪૦) નામના મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, ગત તા.૨૨-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈપણ જાણ કર્યા વગર તેઓની દીકરી ડોલીબેન યુસુફભાઈ કચરાણી ખોજા (ઉમર ૨૧) રહે.જરીયા પાન નજીક સોઓરડી મોરબી-૨ ક્યાંક જતી રહેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેણીનો પતો લાગેલ નથી.જેથી હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા ડોલીબેનને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.આ કેસની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામની સીમ વિસ્તારમાં જયેશભાઈ મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો રાકેશ ગોપાલભાઈ રાઠોડ નામનો ૨૫ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ગત તા.૨૫-૩ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેણે વાડી ખાતે દવા પી લીધેલી હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પીટલ દ્રારા આ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે તપાસ શરૂ કરાઈ હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રામઘાટ નજીક બ્રાહ્મણ ભોજન શાળા પાસે આવેલ મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સમશાદબેન રસીદભાઈ બ્લોચ નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેણીને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પીટલ સુત્રો દ્રારા સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News