ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE





વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા યુવાને પ્રેમ લગ્ન કરેલ હતા અને તે વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્ન ખાતેથી આવ્યો હતો દરમિયાન યુવતીના ચાર ભાઈઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને લાકડાના ધોકા વડે શરીરે તથા માથાના ભાગે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના મોરબી રોડ પર આવેલ શિવધરા સોસાયટીમાં રહેતા રવિભાઈ રતાભાઇ ગોગિયા (32)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મુળુભાઈ જાદવ, દિલીપભાઈ મૂળુભાઈ જાદવ, રવિભાઈ મૂળુભાઈ જાદવ, મયુર ઉર્ફે મહેશ મુળુભાઇ જાદવ અને નરેશભાઈ જીવાભાઇ જાદવ રહે. બધા રંગપર તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી રંગપર ગામે સમૂહ લગ્ન ખાતે આવેલ હતો અને તેને મુળુભાઈ ની દીકરી સાથે સાતેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલો હોય જે બાબતનો ખાર રાખીને મુળુભાઈના ચારેય દીકરાઓએ ફરિયાદીને લાકડાના ધોકા વડે ફરિયાદિને માર માર્યો હતો તથા દિલીપભાઈ અને મયુરભાઈએ ઢીકા પાટુનો માર મારીને શરીરે, માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ નરેશભાઈ જાદવ ત્યાં પાછળથી આવ્યો હતો અને મયુર જાદવે લાકડાના ધોકા વડે માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ફરિયાદીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News