મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે અચાનક વળાંક વાળી બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE





ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં

ટંકારા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગ્રાન્ડ વીરાટા ગાડી લઈને પસાર થઈ રહેલ શખ્સે તેની ગાડીને વણાંક વાળી લોધો હતો જેથી બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે જેથી યુવાનને સારવારમાં સેડવામાં આવ્યો છે અને ઈજા પામેલ યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ ગલાભાઈ ચૌહાણ (61)એ હાલમાં મારુતિ કંપનીની ગ્રાન્ડ વીરાટા ગાડી નંબર જીજે 36 એઆર 4869 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેમનો દીકરો નંદકુવર પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 7969 લઈને તેના પત્નીને લેવા માટે તેને પડધરી તાલુકાના ખીજડીયા ગામે જતો હતો તે વખતે ટંકારા પાસે ભારત પેટ્રોલ પંપ નજીકથી ફરિયાદીનો દીકરો બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક તેનું વાહન વળાંક વાળી લીધું હતું જેથી ફરિયાદીના દીકરાના બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથામાં ઈજા તથા ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News