મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1.37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય


SHARE





મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1.37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય

મોરબીના અદેપર ગામની સીમમાં ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 2600 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને 7 અખાદ્ય ગોળના ડબ્બા અને બાઇક મળી આવ્યું હતું જેથી પોલીસે 1.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર મળી આવેલ ન હતો જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વાંકાનેર તાલુકામાં જડેશ્વર રોડ ઉપર મેળાના મેદાન પાસેથી 5 બોટલ દારૂ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબી તાલુકાના અદેપર ગામની સીમમાં મચ્છુ ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લીટર આથો જેની કિંમત 65000 રૂપિયા, 200 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો જેની કિંમત 40,000 અને 25 કિલોનો એક એવા 7 અખાદ્ય ગોળના ડબ્બા જેની કિંમત 7000 સ્થળ ઉપરથી મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો સહિતનો માલસામાન અને બાઈક નંબર જીજે 36 જે 3775 જેની કિંમત 25000 રૂપિયા આમ કુલ મળીને સ્થળ ઉપરથી 1,37,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશ રણછોડભાઈ કગથરા રહે. અદેપર તાલુકો મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ઉપરાંત વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર મેળાના મેદાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસે રહેલ બાચકામાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (26) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળા ની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News