મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક


SHARE







મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના સહ-કોષાધ્યક્ષ અને લોકપ્રિય નેતા મોહનભાઇ કુંડારીયાની કેન્દ્ર સરકારની અતિ મહત્ત્વની સંસ્થા ભારતીય બીજ સહકારી લિમિટેડ (BBSSL) ના ડિરેક્ટર પદે નિમણૂંક કરવામાં આવી છે.આ ગૌરવવંતી નિમણૂંકને મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા હર્ષભેર વધાવવામાં આવી છે.

મોહનભાઇ કુંડારીયાની આ વરણીને આવકારતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, મોહનભાઇનો સહકારી ક્ષેત્ર અને સંગઠનનો બહોળો અનુભવ હવે રાષ્ટ્રીય સ્તરે બીજ ઉત્પાદન અને ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.તેમની આ નિમણૂંક બદલ મોરબી જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી મોહનભાઇ કુંડારીયાને અભિનંદન પાઠવ્યા છે.






Latest News