મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !


SHARE







મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું !

મોરબીના લાલબાગ સેવા સદન ખાતે પાર્કિંગની જગ્યામાં જ્યાં નોટરીઓ પોતાના ટેબલ રાખીને બેઠા હોય છે અને ત્યાં છાયડા માટે જે વૃક્ષો હતા તે વૃક્ષોનું રવિવારે બપોરના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને એક કે બે નહીં પરંતુ અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે જેથી કરીને વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે એક બાજુ વૃક્ષો ઉગાડવા માટેની સરકાર અને સરકારી તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ સરકારી કચેરીના પટાંગણમાં આવેલા વૃક્ષોનું ધોળા દિવસે નિકંદન કાઢી નાખવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ વૃક્ષોને કાપવા માટે થઈને કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોતાની જાતે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે ? આ દિશામાં તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વૃક્ષ પ્રેમીઓ સહિતા લોકો વ્યક્ત કરી રહ્યા છે






Latest News