મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

હળવદની સરકારી શાળા નંબર-૪ ની ભારત સરકારની PM SHRI માં પસંદગી કરાઇ


SHARE











હળવદની સરકારી શાળા નંબર-૪ ની ભારત સરકારની PM SHRI માં પસંદગી કરાઇ

હળવદમાં મોરબી દરવાજા બહાર આવેલ સરકારી પ્રાથમિક શાળા નં-૪ આમ તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં પસંદગી પામી રહી છે અગાઉ પણ રાજ્ય સરકારની સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજનમાં પસંદ પામી હતી અને મહત્વની વાત તો એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત હસ્તની તમામ શાળાઓમાં શ્રી પે સે.શાળા નં-૪ એ સૌથી વધુ સંખ્યા ધરાવતી રાજ્યની સૌથી મોટી પ્રાથમિક શાળા બની છે. હાલમાં ધો ૧થી ૮ માં કુલ ૧૩૫૧ જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને કુલ ૪૧ જેટલા વિવિધ વિષયના નિષ્ણાંત અને તાલીમબદ્ધ શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે હવે આ શાળાની પસંદગી કેન્દ્ર સરકારના અતિ સંવેદનશીલ અને મહત્વકાંક્ષી પ્રોજેકટ PM SHRI સ્કીમમાં પણ પસંદ થઈ છે. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ ૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ PM SHRI (PM Schools for Rising India) યોજના મંજૂર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ સુધી પાંચ વર્ષમાં દેશની ૧૪૫૦૦  થી વધુ શાળાઓ પસંદ કરીને તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. PM SHRI (PM Schools for Rising India) Scheme અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ નાં તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવશે, જેથી આ શાળાઓ આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહેશે. હાલમાં શાળામાં ૧૫ વર્ગખંડો વારુ ૩ માળનું અત્યાધુનિક શાળાનું બિલ્ડીંગ પણ પૂર્ણ થવાને આરે છે. 

તાલુકા દીઠ એક સરકારી પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા પસંદ કરવામાં આવશે. PM SHRI (PM Schools for Rising India) યોજના અંતર્ગત પસંદ થયેલી શાળાઓને અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ, ગ્રીન સ્કુલ, પ્રાકૃતિક ખેતી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેન્ટરિંગ, રમત-ગમતનું મેદાન, રમત માટે કોચિંગ, અત્યાધુનિક ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય, કમ્પ્યૂટર લેબ, આકર્ષક શાળા ગ્રાન્ટ, ૨૧ મી સદીના કૌશલ્યોનું જ્ઞાન, ડિજીટલ પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કન્યાઓ અને દિવ્યાંગ બાળકોના સર્વ સમાવેશી શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ, વ્યવસાયલક્ષી શિક્ષણ, દરેક બાળકનાં નામાંકન અને અધ્યયન નિષ્પત્તિનું ટ્રેકિંગ, રસપ્રદ પદ્ધતિ દ્વારા શિક્ષણ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. ભારત સરકારના શિક્ષા મંત્રાલયની કમિટી દ્વારા PM SHRI Scheme અંતર્ગત જુદાજુદા બે ફેઝમાં મળીને ગુજરાત રાજ્યમાંથી કુલ ૩૭૬ પ્રાથમિક અને ૭૨ માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ એમ કુલ ૪૪૮ શાળાઓ PM SHRI યોજનામાં આવરી લેવામાં આવી છે. આ તકે મોરબી જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા ,હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દીપાબેન બોડા  તથા બી.આર.સી. મિલનભાઈએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News