મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત


SHARE







મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત

મોરબીના નવલખી રોડે આવેલ પીપળીયા ચોકડી ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં ઉકેલ માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે અને ત્યાં ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવ હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને રજુઆત કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડી પાસેથી નવલખી બંદર તરફ જવાનો રસ્તો અને કચ્છથી જામનગર તરફ જવા માટેનો રસ્તો પસાર થાય છે ત્યારે ત્યાં ટ્રાફિક વધુ રહે છે અને ૨૪ કલાક વાહનોનું પરિવહન થતું હોવાથી ત્યાં નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને અકસ્માતોને નિવારવા માટે અને લોકોને સુવિધા મળે તે માટે પીપળીયા ચોકડીએ ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ મોરબી અને માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પણ ઝડપથી મળી રહે તે માટે પીપળીયા ચાર રસ્તા પાસે પીએચસી બનાવવામાં આવે તેમજ લોકોની સલામતી માટે ત્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ પીપળીયા ચોકડીએ બસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને સુવિધામાં વધારો થાય તેમ છે તેમજ જુદાજુદા ગામોમાં સિંચાઈ સુવિધા ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોનું સ્થળાંતર થઈ રહ્યું છે જો સિંચાઇ માટેનું પાણી મળે તેવું આયોજન પણ સરકાર દ્વારા દ્વારા કરવામાં આવે તો ગામડાઓને તૂટતાં બચાવી શકાય તેમ છે જેથી આ તમામ સુવિધાઓને વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરાઇ છે




Latest News