મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન


SHARE







શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન

ભગવાન શિવ કે જેઓ આદિ યોગી એટલે કે પ્રથમ યોગી છેઆપણે જેને યોગીક વિજ્ઞાન સ્વરૂપે ઓળખીએ છીએ તેના જનક મહાદેવ શિવ છે. જેમણે આપણને યોગ ભેટ સ્વરૂપે આપેલ હોઈયોગ પરંપરામાં શિવજી આદિ ગુરુ અથવા પહેલા ગુરુ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.

જીવ આત્મા છે તો શિવ પરમાત્મા છે. બંનેનું મિલન એજ મુક્તિ અને તેની એક પદ્ધતિ યોગ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે યોગિક રીતે શિવ આરાધના કરવા એક દિવસીય યોગ શિબિરનું મોરબી જિલ્લામાં મોરબી ખાતે આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થયેલ છે. જેમાં શિવમય વાતાવરણમાં સામૂહિક રીતે યોગાસનપ્રાણાયામધ્યાન અને શિવતાંડવ અને યોગ આધારિત કૃતિ પ્રસ્તૃતિઆરતી અને પ્રસાદ વિતરણ રહેશે અને આગામી તા ૮/૩ એટ્લે કે શિવરાત્રિના દિવસે સવારે ૭ થી ૯ દરમ્યાન બાળવન ક્રીડાંગણક્રિષ્ના સ્કૂલ સામેરવાપર ઘુનડા રોડમોરબી ખાતે આ શિબિર યોજાશે

આ યોગ શિબિરમાં યોગ અને વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમના ૨૫ કે વધુ સભ્યો સાથે હાજર રહે અને પુરા પરિવાર સાથે જોડાનાર કુટુંબોનું વિશેષ સન્માન પણ થવાનું હોયયોગમાં રુચિ ધરાવનારયોગ વિષયમાં જાણકારી મેળવવા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિનો પરિચય મેળવવા રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/urSdGUY6QTGnHF6J8 દ્વારા રજીસ્ટ્રેશન કરી યોગ શિબિરમાં નિશુલ્ક રીતે જોડાવવા મોરબી જિલ્લાના બધા યોગ કોચયોગ ટ્રેનર અને કોર કમિટી મેમ્બર્સ અને જિલ્લા અને ઝોન કોર્ડીનેટરએ આમંત્રણ આપેલ છે વધુ માહિતી માટે મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨૮૨૫૨૭) અથવા વિજયભાઈ શેઠ (૯૦૯૯૮૮૧૧૫૫) નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવેલ છે




Latest News