મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા


SHARE





મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક જ પરિવારની બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે માળિયા હાઇવે રોડ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર ધનજીભાઈ દેવજીભાઈ કાલીયા (46), રેખાબેન ધનજીભાઈ કાલીયા (45), પ્રીતિબેન ધનજીભાઈ કાલીયા (26) અને વ્રજેશ ધનજીભાઈ કાલીયા (21)  રહે. બધા કોઠારીયા ચોકડી રાજકોટ વાળાઓને ઇજા થઈ હતી જેથી તે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેના સારવાર આપીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા રાજેશભાઈ કેશુભાઈ સોલંકી (38) મોરબીના મયુર બ્રિજ પાસેથી બાઈક લઈને જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો  બનાવ બન્યો હતો અને આ બનાવમાં ઈજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામના રહેવાસી હમીરભાઈ શાર્દુલભાઇ ભીમાણી (60) નામના વૃદ્ધને હરીપર માળીયા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે પ્રથમ માળિયા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News