મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ:  માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ અપાયો


SHARE











મોરબીનું ગૌરવ:  માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ અપાયો

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય-નવી દિલ્હી દ્વારા એનાયત કરવામાં આવતા"ઇન્સ્પાયર એવોર્ડ ૨૦૨૩-૨૪"માં માથક પે સેન્ટર શાળાની કૃતિની પસંદગી થયેલ છે.હળવદના નાના એવા માથક ગામમાં રહી સરકારી શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દર વર્ષે ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને કંઈક નવો વિચાર રજૂ કરવાની પ્રેરણા મળે.વિજ્ઞાન વિષયમાં રસ રુચિ કેળવાય અને બાળકને કંઈક નવું ઇનોવેશન કરવાનું પ્રોત્સાહન મળે તેવા હેતુથી દર વર્ષે 'ઈન્સ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડમાં શાળાઓની પસંદગી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવે છે જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં માથક પે સેન્ટર શાળામાં ઘોરણ-૮ માં અભ્યાસ કરતા અને ખેડૂત પુત્ર ઘવલ નાનજીભાઈ ભોરણીયા દ્વારા બનાવવામાં આવેલ કૃતિ કોઠાસુઝની કમાલ- ઓછા ખર્ચે વધુ કામ, ખેડૂત ખુશાહાલ'ના શીર્ષક હેઠળ બનાવેલ આધુનિક જંતુનાશક દવા છાંટવાનું યંત્ર ની પસદગી થતા વિદ્યાર્થી ધવલ તથા તેને માર્ગદર્શન આપનાર શિક્ષકો શ્રી મનદીપભાઈ ગોસ્વામી તથા શ્રી કલ્પેશભાઈ મકવાણાને માથક ગામના વાલીઓ તથા હળવદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા

આ એવોર્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૧૦૯ કૃતિ પસંદગી પામેલ છે.જેમાં મોરબી જિલ્લામાંથી ત્રણ કૃતિ પસંદગી પામેલ છે અને તે પૈકી હળવદ તાલુકાની એક માત્ર શ્રી માથક પે સેન્ટર શાળાની કૃતિને સ્થાન મળેલ છે.અત્રે નોંધનીય છે કે ગત વર્ષે વણ ઉપરોક્ત બંને માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કૃતિ આધુનિક બળદગાડુંને પણ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી પામેલ હતી. આ તકે શાળાના આચાર્ય નરેશભાઈ સોનગ્રા તથા માથક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને માયક શાળા પરિવારમાં હરખની લાગણી છવાઈ ગઈ હતી.






Latest News