માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રીના હસ્તે માહિતી કચેરીના સ્ટાફનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં મંત્રીના હસ્તે માહિતી કચેરીના સ્ટાફનું કરાયું સન્માન

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે જિલ્લા માહિતી કચેરીના વીડિયોગ્રાફર ભરતભાઈ ફુલતરીયા તેમજ ફોટોગ્રાફર પ્રવીણભાઈ શનાળિયાનું પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાયેલા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા તાજેતરમાં ચલાવેલ સ્વચ્છતા એજ સેવા અભિયાનઅને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાનઅને મારી માટી મારો દેશ અભિયાનઅન્વયે પ્રચાર પ્રસારની ઉત્તમ કામગીરી, રાજ્યપાલ, કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓ સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.




Latest News