ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતના ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક બાઇક આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતના ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામે રહેતો યુવાન પોતાના ઘરે જમીને દુકાને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક આડે કૂતરું આવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતો નિમીશ હરિભાઈ ઝાપડિયા (૨૨) નામનો યુવાન પોતાના ઘરે જમવા માટે તેને ગયો હતો ત્યાંથી પોતે જમીને પરત પોતાની દુકાન તરફ જતો હતો ત્યારે રસ્તામાં આવતા ન્યારાના પેટ્રોલ પંપ પાસે વાવડી ચોકડી નજીક તેના બાઈકની આડે કુતરુ આવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળ વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા પ્રકાશભાઈ પ્રભુભાઈ કગથરા (૩૨) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક લઈને જઈ રહેલા પ્રકાશભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા આ યુવાનને માથા અને છાતીને ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા હાલમાં બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા જતીનભાઈ કાંતિભાઈ બરાસરા (૨૩) નામનો યુવાન પોતાના ઘરેથી કારખાને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લાડલી પાર્ટી પ્લોટ પાસે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતુ જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

સ્કૂટર સ્લીપ

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા મોતીભાઈ મેરૂભાઈ રાઠોડ (૬૫) નામના વૃદ્ધ એકટીવા લઈને ગામ પાસેથી પસાર થયા હતા ત્યારે શિવ મંદિર નજીક રસ્તા ઉપરથી સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસનેની જાણ કરી હતી






Latest News