મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણને ધ્યાને રાખીને માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE







મોરબી પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણને ધ્યાને રાખીને માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી પીજીવીસીએલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના હિત માટે ઉતરાયણને ધ્યાને રાખીને તકેદારી રાખવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અને સલામતી માટે તેનું ચુસ્ત પાલન કરવા મોરબી પીજીવીસીએલની શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડે અપીલ કરી છે.

હાલમાં જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ, ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. અને વીજળીના તૂટેલા તારથી દૂર રહેવું, નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જાણ કરવી અને કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ અથવા ૧૯૧૨૨ ઉપર ફોન કરવા અપીલ કરેલ છે






Latest News