મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે બહુચરાજી માતાજીના મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE











મોરબીના ખાખરાળા ગામે બહુચરાજી માતાજીના મંદિરે ત્રી-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબી તાલુકાના ખાખરાળા ગામે બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી માતાજીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન પદે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા બેસવાના છે ત્યારે આ ધાર્મિક પ્રસંગે મહાપ્રસાદ અને રાતે સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા આવ્યું છે તેનો લાભ લેવા માટે થઈને કાંજીયા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ કાંજીયા પરિવાર દ્વારા શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૬ ને મંગળવારથી ત્રણ દિવસ સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલવાનો છે ત્યારે માતાજીના દર્શન, આશીર્વાદ અને યજ્ઞના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે થઈને કાંજીયા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આગામી તા. ૧૬ ના રોજ દેહ શુધ્ધિ, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, સ્થાપન પૂજન, અને આરતી, તા. ૧૭ ના રોજ ગણપતિ પૂજન, સ્થાપન પૂજન, જલયાત્રા, પ્રધાન પૂજન, પ્રસાદ વાસ્તુ, પ્રધાન હોમ, સામૈયા અને કુટીર હોમ અને આરતી તથા તા. ૧૮ ના રોજ બપોરે ૧૨:૨૦ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા, ૩:૦૦ વગાએ સંતો મહંતોના આશીવચન, ૫:૦૦ વાગ્યે પૂર્ણહૂતિ-મહા આરતી અને ૬:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતો મહંતોમાં મહામંડલેશ્વર ૧૦૦૮  કનકેશ્વરીદેવીજી, મોરબીના સરસ્વતી નિકેતન આશ્રમના મહંત ભાણદેવજી મહારાજ તથા બગથળા નકલંગ મંદિરના મહંત દામજીભગત સહિતનાઓ હાજર રહેવાના છે અને રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક ધવલ બારોટ, લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર અને ભજનીક બેબી મિત્તલ અને તેના સાજીંદાઓ જમાવટ કરશે ત્યારે ખાખરાળા, અદેપર, અગાભી પીપળીયા, મોટા ખીજડીયા, કેશીયા, રાજપર, ભરતનગર, મોટા રામપર, નારણકા, નવા નારણકા, શિવપુર તેમજ મોરબી વિસ્તારમાં રહેતા કાંજીયા પરિવારના લોકોને આ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજક પી.ડી. કાંજીયા તેમજ કાંજીયા પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News