મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં આરએસએસ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં આરએસએસ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આગામી તા. ૭ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫:૩૦ કલાક સુધી મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે રાખવામા આવેલ છે

હિન્દુત્વએ ભારતનો પ્રાણ છે. અને ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવા હિન્દુ શકિતનું જાગરણ અનિવાર્ય છે. ત્યારે હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ છે. આ વિચારથી ભારતને વિશ્વગુરૂ પદે પુનઃ સ્થાપિત કરવા આરએસએસ ૧૯૨પ થી કાર્ય કરી રહ્યું છે. ભારતના દરેક લોકોમાં NATION FIRST, CHARACTER MUST ની ભાવના જાગૃત થાય છે અને તે રાષ્ટ્રહિત માટે સંગઠિત થઇ સક્રિય બને તે આવશ્યક છે. આ માટે આરએસએસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાનું એકત્રીકરણ નકકી કરવામાં આવ્યું છે અને તા ૭ ને રવિવારે મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે કાર્યક્રમ યોજવાનો છે જેમાં જોડાવવા માટે https://forms.gle/hDF2j4xpSWLf2eEg6  આપેલ લીંકને ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે તેવું આયોજકો તરફથી જણાવવામાં આવ્યું છે






Latest News