મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતના નવા કાયદાનું પોલીસ દ્વારા ટ્રક માલિકો-ડ્રાઈવરોને માર્ગદર્શન અપાયું


SHARE







મોરબીમાં અકસ્માતના નવા કાયદાનું પોલીસ દ્વારા ટ્રક માલિકો-ડ્રાઈવરોને માર્ગદર્શન અપાયું

સમગ્ર દેશમાં અકસ્માત વધી રહ્યા છે ત્યારે દેશના જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરવામાં આવૈ રહી છે ત્યારે નવા કાયદામા શું ફેરફાર કરવામાં આવે છે તેની સાચી માહિતી ટ્રક ડ્રાઇવરોને મળે તેના માટે મોરબી તાલુકા પીઆઇ અને ટ્રાફિક પીઆઇ દ્વારા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફિસે જઈને ટ્રક માલિકો અને ટ્રક ચાલકોને સાચી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીના કંડલા રોડ ઉપર રવિરજ ચોકડી પાસે આવેલ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસે પોલીસ આધિકારીઓ આવ્યા હતા અને ત્યાં ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગ કરી હતી અને તે મિટિંગમાં આવેલ તમામને ટ્રાફિક પીઆઇ લગારિયા તેમજ મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા નવા કાયદાની જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતી તેમજ કોઈ અફવામાં આવીને કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય ન કરવા સમજાવ્યા હતા આ તકે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ હોદેદારો અને ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News