મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક શરૂ કરાયેલ નકલી વિદેશી દારૂની ફેકટરીનું કનેક્શન ગોંડલના ગુજસીટોકના આરોપીઓ સુધી પહોચ્યું !


SHARE











મોરબી નજીક શરૂ કરાયેલ નકલી વિદેશી દારૂની ફેકટરીનું કનેક્શન ગોંડલના ગુજસીટોકના આરોપીઓ સુધી પહોચ્યું !

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં હરિયાણાના એક શખ્સે ગોડાઉન ભાડે રાખીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી હોવાનું સામે આવ્યું હતું જે ગુનામાં જે તે સમયે ત્યાં કામ કરતાં ૧૧ શખ્સોની ૧૫.૬૫ લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરનારા માસ્ટર માઇન્ડની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મોરબીની નકલી દારૂની ફેક્ટરીનું કનેક્શન ગોંડલના ગુજસીટોકના આરોપી સુધી પહોચ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

ગુજરાતમાં પંજાબહરિયાણારાજસ્થાનગોવા વિગેરે સેંટરોમાંથી વિદેશી દારૂ યેનકેન પ્રકરે લાવવામાં આવે છે જો કેબહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે જેથી મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં હરિયાણાના શખ્સે નકલ દારૂ બનાવવા માટેની ફેક્ટરી શરૂ કરી હતી ત્યાં થોડા સમય પહેલા એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી જુદીજુદી  બ્રાન્ડની નકલ દારૂ ભરેલી ૨૮૩૨ બોટલ જેની કિંમત ૧૦,૬૨,૦૦૦ તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી ૨૫૦૦ લીટર જેની કિંમત ૧,૨૫,૦૦૦ તેમજ જુદી જુદી દારૂનો ખાલી કાચની બોટલઢાંકણાપેકીંગ મશીનસ્ટીકરકેમિકલ પાવડર તેમજ ૬ મોબાઈલ મળીને પોલીસે ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો આ ગોડાઉન હરિયાણાના સિરસાના રહેવાસી સુરેશકુમાર આત્મારામ ડુકીયાએ ભાડે રાખ્યું હતુ અને ત્યાં નકલ દારૂની બોટલો ભરવા માટેની કામગીરી માટે માણસોને કામે લગાડ્યા હતા તે ૧૧ આરોપીની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મુખ્ય સુત્રાધારને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

આ ગુનામાં મુખ્ય સુત્રાધાર દીપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે જાતે બ્રાહ્મણ (૨૫) રહે. સમેરપુર બિહાર તાલુકો બિધાપૂર જિલ્લો ઉનાઉ યુપી વાળાની હરિયાણાના જજર જિલ્લામાંથી ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હજુ ગોડાઉન ભાડે રાખનારા સુરેશકુમાર આત્મારામ ડુકીયાને પકડવાનો બાકી છે તેવામાં સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી દીપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડેએ જુદાજુદા રાજ્યોમાં કાયદેસરનો દારૂ બનાવવા માટેની ફેક્ટરીઓ આવેલ છે ત્યાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું જેથી કયું કેમિકલ કેટલું મિક્ષ કરવાથી વિદેશી દારૂ બને તેની માહિતી તેની પાસે હતી અને તે પોતે જ જુદાજુદા કેમિકલ મિક્ષ કરીને દારૂ બનાવતો હતી ત્યાર બાદ મજૂરો તેને બોટલમાં ભરવાનું કામ કરતાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ ગુનાની તપાસના તાર ગોંડલના ગુજસીટોકના આરોપી સુધી પહોચ્યું છે અને નકલી ફેક્ટરી શરૂ કરનારા બંને શખ્સો ગોંડલના ગુજસીટોકના આરોપી વિજય, નરેશ અને અજયના સંપર્કમાં હતા જેથી કરીને પોલીસે આ ગુનામાં તેને પણ પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News