મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસે પાલિકાના વાલ્વમાંથી પાણી નીકળતા ધોરિયો કરતી મહિલાને બે શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસે પાલિકાના વાલ્વમાંથી પાણી નીકળતા ધોરિયો કરતી મહિલાને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે પાલિકાના વાલ્વમાંથી પાણી નીકળતું હોય ત્યાં મહિલા પાવડો લઈને ધોરીયો કરતી હતી ત્યારે બે શખ્સોએ ત્યાં આવીને તેની સાથે માથાકૂટ કરી હતી અને તે મહિલાને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી ત્યારબાદ તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ માથાના ભાગે પાવડાથી માર મારવામાં આવતા તેને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે તે મહિલાને લઈ ગયા હતા અને ત્યારબાદ તે મહિલાએ બે શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસે રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૪૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હકાભાઇ ઉર્ફે મૂંગો હીરાભાઈ પરમાર જાતે સરાણીયા અને તેના મોટાભાઈ રહે. બંને ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘરથી થોડે દૂર નગરપાલિકાના વાલ્વમાંથી પાણી નીકળતું હોય તેઑ પાવડો લઈને ધોરીયો કરતા હતા ત્યારે બંને આરોપીઓને સારું નહીં લાગતા હકાભાઇએ ધક્કો મારીને ફરિયાદી મહિલાને નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ તેના મોટાભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને હકાભાઇએ પાવડાનો હાથો મહિલાને માથાના ભાગે કપાળ ઉપર મારતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મહિલાને માથામાં બે ટાંકા આવ્યા હતા હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા બે શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News