મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા


SHARE







મોરબીના ખોખરા હનુમાન રોડે કારખાના પાસે છાતીમાં છરીનો ઘા ઝીકિને યુવાનની હત્યા

મોરબી જીલ્લામાં ચોરી, મારા મારી, લૂંટનો પ્રયાસ, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી હતી તેની સહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામના યુવાનને રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમ્ફિ હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકાનાં પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમ ચલાવી રહી છે






Latest News