મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે અમદાવાદ ખસેડાતા રસ્તામાં સ્પામાં કામ કરતી મહિલાનું મોત


SHARE







મોરબીથી સારવાર માટે અમદાવાદ ખસેડાતા રસ્તામાં સ્પામાં કામ કરતી મહિલાનું મોત

મોરબીના લાલપરમાં રહીને સ્પામાં કામકાજ કરતી અને મૂળ ઉત્તરપ્રદેશની મહિલાને મગજની નસ દબાતી હોય અને તેની સારવાર ચાલુ હોય તેના માટે તેણીને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી અને તેને અમદાવાદ ખસેડાતા રસ્તામાં ધાંગધ્રા નજીક તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ મોરબીના લાલપર નજીક રહીને સ્પામા કામકાજ કરતી સુમીબેન મોન્ટુભાઇ શેખ નામની ૩૫ વર્ષીય મહિલાને મગજમાં નસ દબાતી હોય અને તેની બીમારીની સારવાર માટે તેને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જોકે અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં ધાંગધ્રા નજીક સુમીબેન શેખ નામની મહિલાનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.વધુમાં તપાસ અધિકારી હરેશભાઈ ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા એકલી અહીં મોરબીના લાલપર ગામ નજીક રહેતી હતી અને સ્પામાં કામકાજ કરતી હતી.

સગીરાની છેડતી કરનાર જેલ હવાલે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પાછળ પાછળ જઈને સગીરાની પજવણી કરતા શખ્સની સામે ભોગ બનેલ સગીરાની માતાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ  દેકાવાડિયા ચલાવતા હોય તેવો દ્વારા આઇપીસી કલમ ૨૫૪(ડી) છેડતી, ૫૦૬(૨)ધમકી તેમજ પોકસોની કલમ ૧૨ મુજબ જયમલ મહેશભાઈ રાઠોડ જાતે ખવાસ રજપુત (ઉંમર ૧૯) રહે.વૃંદાવન પાર્ક સોસાયટી કેસરકુંજ એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાંથી હુકમ થતાં હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ગામમાં થયેલી મારામારીના બનાવમાં સંજયભાઈ ઇશ્વરભાઇ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News