મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાએ અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીમાં પરણીતાએ અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી શહેરના રોહિદાસ પરા વિસ્તારની અંદર રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ અને તેના મૃતદેહને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસ પરા વિસ્તારની અંદર રહેતા મિત્તલબેન મનસુખભાઈ ચૌહાણ જાતે અનુ. જાતી (૨૩)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહને તેના પતિ મનસુખભાઈ દેવજીભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ માસનો છે અને હાલમાં તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે હનુમાન મંદિર સામે રહેતા જાગૃતિબેન બીપીનભાઈ રાઠોડ (૨૨) નામની પરણીતાએ પોતાના ઘરે હતું ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષો છે જોકે તેને કયા કારણોસર ફીનાઇલ પીધું છે તે દિશામાં હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે






Latest News