મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

અજબ પ્રેમ કી ગજબ કહાની: વાંકાનેરના જાલી ગામે પ્રેમસબંધમાં આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજા પ્રેમીએ કરી હત્યા


SHARE











અજબ પ્રેમ કી ગજબ કહાની: વાંકાનેરના જાલી ગામે પ્રેમસબંધમાં આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજા પ્રેમીએ કરી હત્યા

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો તે મહિલાને અન્ય એક શખ્સની સાથે પણ પ્રેમસંબંધ હોય મહિલાએ તેના બીજા પ્રેમીની વચ્ચે યુવાન આડ ખીલી રૂપ બનતા તે યુવાનને વાડીના ઝૂંપડામાં બોલાવીને ત્યાં ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ હાલમાં મહિલા સહિત બે સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી હોય માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા જાતે કોળી (૩૬) હાલમાં ધનજીભાઈ કાનાભાઈ માલકીયા અને અરુણાબેન મનુભાઈ ગોરીયા રહે. બંને જાલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા (૩૦)ને આરોપી અરુણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હતો અને અરુણાબેનને ધનજીભાઈ કાનાભાઈ માલકીયા સાથે પણ પ્રેમ સંબંધ હતો જેથી કરીને અરુણાબેન તથા ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડ ખીલી રૂપ બનતો હોય ધનજીભાઈ અને અરુણાબેનએ અગાઉથી કરેલા પ્લાન મુજબ અરુણાબેન ગોરીયાએ ફરિયાદીના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરાને જાલી ગામની સીમમાં આવેલ ભુપતભાઈ ઉકાભાઇ માલકીયાની વાડીએ ઝૂંપડામાં બોલાવ્યો હતો અને ત્યાં તેને ગળા ટૂંકો આપીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને ત્યાં બોલાવીને તારા ભાઈએ ઝેરી ડાબા પીધી છે તેવું કહીને હત્યના બનાવને આત્મહત્યમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ફોરેનસિકમાં યુવાનની હત્યા ગળાટુપો આપીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન પરણિત હતો અને તેને સંતનમાં એક દીકરો છે હાલમાં હત્યના આ બનાવના લીધે બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે 






Latest News