મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના વાંકીયા રોડે શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના વાંકીયા રોડે શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૨,૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કલ્પેશભાઈ અમૃતભાઈ વોરા (૩૫), નાથાભાઈ લાલજીભાઈ મદ્રેસાણીયા (૩૭), કિશોરભાઈ હેમંતભાઈ વોરા (૪૦) અને પ્રવીણસિંહ ધીરુભાઈ ઝાલા (૫૯) રહે. બધા જૂની રાતીદેવરી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૨,૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ ભરેલ રિક્ષા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ઝૂંપડા નજીક ઉભેલ સીએનજી રીક્ષા નંબર જીજે ૧૩ વાય ૪૭૪૭ ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂ તથા સીએનજી રીક્ષા સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વિનોદભાઈ રાયધનભાઈ પગી જાતે કોળી (૨૨) રહે ૨૫ વારિયા દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને સીએનજી રીક્ષાનો ચાલક સ્થળ ઉપર હાજર ન હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારી

મોરબી તાલુકાના પાનેલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નવઘણભાઈ કેશાભાઈ ચંદેસેણીયા (૨૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News