મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીનો રાઘવ SGFI એથ્લેટિક મીટમાં ૮૦ મીટર હર્ડલ્સમાં રાજ્યમાં પ્રથમ: સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા


SHARE







મોરબીનો રાઘવ SGFI એથ્લેટિક મીટમાં ૮૦ મીટર હર્ડલ્સમાં રાજ્યમાં પ્રથમ: સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા

ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે એસજીએફઆઈ સ્ટેટ લેવલ એથ્લેટ મીટ રમાઈ હતી જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા. મોરબી જિલ્લાની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી રાઘવે તેમાં પ્રથમ સ્થાન  મેળવીને નેશનલની ટીકીટ મેળવી હતી. અને આગામી નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગેઇમ રમાશે

મોરબીની ટીમ સાથે આવેલા દિલ્હી અને પબ્લિક સ્કૂલના મોરબી ડિસ્ટ્રિક્ટ મેનેજર અને હેડ કોચ અલી ખાને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કેઆ રાજ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબીની જુદી-જુદી શાળાના કુલ ૮ વિદ્યાર્થીઓ ગયા હતા અને ત્યાં રાઘવ વિવિધ સ્પર્ધકો સામે રમ્યો હતો અને સમગ્ર મોરબી જિલ્લામાંથી CBSE શાળાના એકમાત્ર વિદ્યાર્થી તરીકે રાઘવે ભાગ લીધો હતો અને નેશનલ્સની ટિકિટ મેળવી હતી.

 સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં ૧૬ મેડલ જીત્યા

 સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટ ૨૦૨૩  સૈનિક સ્કૂલ બાલચડી જામનગર ખાતે યોજાઈ હતી જેમાં ૮ જિલ્લાના ૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે સહોદય સૌરાષ્ટ્ર એથ્લેટિક મીટમાં મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના માત્ર ૨૮ સભ્યોની એથ્લેટીક ટીમે ભાગ લીધો હતો અને ૬ ગોલ્ડ૪ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ સહિત કુલ ૧૬ મેડલ મેળવીને જુનિયર ચેમ્પિયનશીપ પર કબ્જો જમાવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં મયંક એરીનીરભી ચૌધરીજીતેન્દ્ર ચૌધરીરાઘવ જાદૌનયુવીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.ક્રિશા આઘારાનેત્રા તુલસીદાસશાંતનુ સૈનીશાંભવી ઠાકુરરાઘવ જાદૌન અને રિલેમાં સિલ્વર મેડલ જ્યારે ફોરમ દેદેહીરૌનક કુમારરાઘવ અને રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એવોર્ડ વિતરણ સમારોહમાં લેફ્ટનન્ટ કર્નલ મહેતાએ મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ખેલાડી જીતેન્દ્ર ચૌધરીને બેસ્ટ એથ્લેટની ટ્રોફી આપી હતી. અંતમાં એથ્લેટ મીટના સંયોજકો માસ્ટર હરપાલ અને માસ્ટર મનોજે પધારેલા તમામ ખેલાડીઓ અને તેમના કોચનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.






Latest News