મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણાથી વાલાસણ ગામે ૧૨ સાયન્સની પરીક્ષા દેવા જતાં સમયે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







ટંકારાના મિતાણાથી વાલાસણ ગામે ૧૨ સાયન્સની પરીક્ષા દેવા જતાં સમયે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતો દેવાંગ બીપીનભાઈ આદ્રોજા (૧૮) નામનો યુવાન બાઇક લઈને મિતાણાથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં દેવાંગને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દેવાંગ આદ્રોજા વાલાસણ ગામે ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપવા માટે તા ૧૭ ના રોજ બપોરે બે વાગ્યે સ્કૂલે જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવના લીધે બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ રોસાટા કંપનીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી રોશનીબેન અક્ષયભાઈ પાતી (૨૬) નામની મહિલા પહેલા માળેથી નીચે પટકાતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે બનવાની નોંધ કરીને બનાવ વાંકાનેર પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી

અકસ્માતમા ઇજા

મોરબીના સનાળા રોડ પર આવેલ અન્નપૂર્ણા હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યાં અભયકુમાર જગદીશભાઈ પરમાર (૨૨) નામના મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમા ઇજા

મોરબીમાં લખધીરવાસ પાસે આવેલ ઝવેરી શેરીમાં રહેતા અલ્તાફ રજાકભાઈ સિપાઈ (૩૦) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટયાર્ડ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News