મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો


SHARE







મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો

માળીયા મીયાણામાં રજીસ્ટર દસ્તાવેજથી વર્ષો પહેલા જમીન અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હતી જેથી કરીને જમીનના મૂળ માલિકના વારસદારોએ જમીન વેચવા માટેની હિલચાલ શરૂ કરી હતી જેની સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે જે દાવો અશતઃ મંજુર કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે

આ કેશની હકીકત એવી છે કેઅવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસો મોવર ઇસ્માઇલ અલારખા વિગેરેનાએ તેમના પિતા મોવર અલારખા દુજાએ માળીયા મીયાણાના સર્વે નં-૮૭૦ તથા ૮૭૧ની જમીન આશરે ૩૦ વિઘા સને-૧૯૫૮ની સાલમા પ્રતિવાદીઓના પિતા અવસાન પામેલ જામ હિરા કેશર પાસેથી રજીસ્ટર દસ્તાવેજથી અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હોય. તેનો ગેરલાભ લઇ પ્રતિવાદીઓએ આ જમીન વેચાણ કરવા તજવિજ હાથ ધરતા વાદી અવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસોએ પ્રતિવાદીઓ અવસાન પામેલ જામ હિરા કેશરના વારસો સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે આ દાવો મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની વાદીએ રજુ રાખેલ પુરવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલ દ્વારા રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા રજુઆત માન્ય રાખી વાદીનો દાવો અશતઃ મંજુર કરતો હુકમ તા.૨૧/૧૦ ના રોજ કર્યો છે






Latest News