મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામે મંદિર પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી


SHARE











 

હળવદના કેદારીયા ગામે મંદિર પાસે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી

હળવદ તાલુકાના કેદારીયા ગામે રામાપીરના મંદિર પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મુન્નાભાઈ કરસનભાઈ ધામેચા જાતે કોળી (૩૬)એ હાલમાં અજાણ્ય શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના કેદારીયા ગામે રામાપીરના મંદિર સામે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એએ ૫૬૨૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા હંસાબેન વ્રજલાલ સંતોકી (૬૫) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે ઓમશ્રી એપાર્ટમેન્ટમાં રહેતો આશિષ વેલાભાઈ બોડા (૨૫) નામનો યુવાન પોતે પોતાની જાતે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે






Latest News