મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની પંચાસીયા દુધ ઉતપાદક મંડળીના પ્રમુખ-મંત્રી સામે વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE







વાંકાનેરની પંચાસીયા દુધ ઉતપાદક મંડળીના પ્રમુખ-મંત્રી સામે વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેર તાલુકાની પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી અને પ્રમુખ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગમાં બ્લોક નં.બી-૧/૬, ક્વાર્ટર નં.૩૧ માં રહેતા ભરતભાઇ બીજલભાઇ ડાંગર જાતે આહીર (૩૩) એ હાલમાં પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા અને પ્રમુખ નજરુદીનભાઇ અમીભાઇ ખોરજીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી. માં વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ તથા ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષમા પંચાસીયા સહકારી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી સમીર હુસેનભાઇ માથકીયાએ પશુઓના રાજદાણ બગડી ગયેલ હોય જેની ૬૦૦૦૦ ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવી ઉચાપત કરાવી હતી અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવેલ હતા પરંતુ પ્રમુખે મંત્રીની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને પોતાની ફરજ બજાવેલ નથી જેથી મંડળીના પ્રમુખ તથા મત્રીએ ૬૦,૦૦૦ ની નાણાકીય ઉચાપત કરી વહીવટીમાં ગેરરીતી કરી ઠગાઇ કરી વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને હાલમાં સિનિયર કલાર્કે નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ  ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News