મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાયેલા ત્રણ બાઇક સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી ચોરાયેલા ત્રણ બાઇક સાથે આરોપીની ધરપકડ

મોરબી સીટીમાંથી બાઇક ચોરીના બનાવ વધ્યા હતા જેથી કરીને બાઈક ચોરને પકડવા માટે પોલીસે તપાસ કરી રહી હતી તેવામાં પંચાસર રોડેથી શંકાસ્પદ બાઇક સાથે મળી આવેલ શખ્સની પોલીસે પૂછપરછ કરતાં તે બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું અને તેની વધુ પૂછપરછ કરતાં તેની પાસેથી કુલ મળીને ત્રણ ચોરાઉ બાઇક મળી આવેલ છે જેથી પોલીસે ત્રણ બાઇક ચોરીના ડિટેક્ટ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તેની ટીમ મોરબીમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ ચોરીના ગુના શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તેવામાં મોરબી અયોધ્યાપુરી રોડ તથા જુના બસસ્ટેન્ડ નજીકથી ચોરી થયેલ મોટર સાયકલોની ચોરી કરનારની ખાનગી રાહે તપાસ ચાલુ હતી અને નેત્રમ સી.સી.ટી.વી કેમેરા આધારે એએસઆઇ રાજદીપસિંક રાણા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયાને માહિતી મળી હતી કે, શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમ પંચાસર રોડ ઉપરથી પસાર થનાર છે જેથી ત્યાં પોલીસે વોચ રાખી હતી ત્યારે ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ત્યાંથી નીકળ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે બાઇકના કાગળો માંગતા તેની પાસે કાગળ હતા નહીં જેથી પોકેટ કોપથી સર્ચ કરતા તે બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેને પકડીને પૂછપરછ કરી હતી જેમાં વધુ બે ચોરાઉ બાઈક તેની પાસેથી મળી આવતા પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે આરોપી બળદેવપરી દેવપરી ગોસાઇ જાતે બાવાજી (૫૨) રહે. હાલ સર્કીટ હાઉસ સામે વિદ્યુતનગર મોરબી-૨ મુળ રહે.રણજીતગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ૭૫૦૦૦ ની કિંમતના ત્રણ બાઇક કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ શ્રી એ.વી.પાતળીયા અને ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ, રાજદીપસિહ પ્રતાપસિંહ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, અરજણભાઇ મેહુરભાઇ, તેજાભાઇ આણંદભાઇ, હિતેષભાઇ વશરામભાઇ, કિશોરભાઇ મેણંદભાઇ અને ચકુભાઇ દેવશીભાઇએ કરી હતી 






Latest News