મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા ગામે વાડીની ઓરડીમાંથી દારૂની ૨૦૬ બોટલ સાથે એક પકડાયો: બેની શોધખોળ


SHARE







વાંકાનેરના ભીમગુડા ગામે વાડીની ઓરડીમાંથી દારૂની ૨૦૬ બોટલ સાથે એક પકડાયો: બેની શોધખોળ

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી. સોનારા તથા તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાંથી દારૂ હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયા જાતે કોળી (૨૫) રહે. ભીમગુડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને અને તેને બળવંતસિંહ જીલુભા ઝાલા રહે. નાળધી તાલુકો મુળી વાળાએ માલ આપ્યો હોવાનું સામે આવ્યું છે તેમજ વીક્રમભાઇ ગગજીભાઇ અઘારા રહે. રામપર તાલુકો મુળી વાળો માલ આપી ગયો હોવાનું સામે આવેલ છે જેથી કરીને પોલીસે તે બંનેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News