મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર સગી માસીની ધરપકડ


SHARE







ટંકારાના સજનપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર સગી માસીની ધરપકડ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા આધેડની સગીર વયની દીકરીનું તેની જ સાળી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં સગીરાને શોધીને તેના વાલીને સોપવામાં આવેલ છે અને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયા જાતે ભરવાડ (૫૨)એ તેની સાળી સોનુબેન ધરમશીભાઈ સાકરીયા જાતે દેવીપુજક રહે. સુરત અમરોલી વાળાની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી કેતેની દીકરી હેતલ (૧૦ વર્ષ૧૧ મહિના)નું તેના સાળી સોનુબેન ધરમશીભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં સીપીઆઈ વી.પી. ગોલ અને તેની ટિમ દ્વારા આરોપી સોનુબેન ધરમસિંહભાઇ સોલંકી રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર વાળીની ધરપકડ કરવામાં આવેલ છે અને સગીરાને તેના વાલીને હવાલે કરવામાં આવેલ છે






Latest News